ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. રાજકોટ અને વડોદરામાં વહેલી સવારે EVMમાં ખામી સર્જાઈ હતી. ગરમીના કારણે લોકો વહેલી સવારથી જ મત આપવા માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે. ત્યારે EVM ખોટકાતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક બીજા મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.


રાજકોટમાં મોક પોલ દરમિયાન મશીન ઠપ્પ

રાજકોટમાં આજે વહેલી સવારે મોક પોલ દરમિયાન ઈવીએમ મશીન ખોટકાયું હતું. વર્ધમાનનગરમાં વોર્ડ નંબર 7માં મુરલીધર શાળામાં મતદાન કેન્દ્રમાં મશીન ખરાબ થયું હતું.EVM મશીનમાં એક બટન કામ કરતુ બંધ થતાં તેને હટાવી લેવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાબેતા મુજબ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

કુબેરેશ્વર શાળા બૂથ નંબર 7નું EVM મશીન ઠપ

બીજી તરફ વડોદરામાં પણ ઈવીએમ ખોટકાયું હોવાની ફરિયાદ સામે આવી છે. મતદાર શરૂ થયાના અડધો કલાકના સમયમાં ઈવીએમ ખોટકાયું હતું. કુબેરેશ્વર શાળાના બુથ નંબર સાતમાં ઈવીએમ મશીન ઠપ્પ થયું હતું. આ બુથ પર વહેલી સવારથી જ મતદારો મત આપવા માટે લાઈનમાં લાગ્યા હતાં. ઈવીએમ મશીન ખોટકાતા નવું મશીન લાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી. 


આ પણ વાંચોઃ Gujarat Local body election 2026 : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, જનતા 25537 ઉમેદવારોમાંથી 9262ને ચૂંટશે


  • Follow us on: