રાજકોટમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો હોવાની અટકળોએ જોર પકડ્યું છે.એક કાર્યક્રમમાં નો એન્ટ્રી વિવાદ બાદ રામ મોકરિયા મેદાને પડ્યા હતાં.તેમણે વિરોધીઓને લીધા આડે હાથ લીધા હતાં અને પોતાના ઉપર લખાયેલા પુસ્તકનું એક પેજ શેર કર્યું હતું. RMC, સૌરાષ્ટ્ર યુનિ, પોલીસમાં ગેરવહીવટની વાત રજૂ કરી હતી. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખના આદેશ બાદ નામ કમી કરતા વિવાદ વકર્યો હતો. જાહેરમાં બેબાક નિવેદનો આપતાં મોકરિયા સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી. પરંતુ હવે આ વિવાદનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આમંત્રણ કાર્ડમાં સાંસદ રામ મોકરિયાનું નામ ઉમેરાયું













