સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે જ એક ખળભળાટ મચાવનારા સમાચાર સામે આવ્યા છે.આમ આદમી પાર્ટી (AAP) માટે દિલ્હીથી હવાલા મારફતે લાખો રૂપિયાનું બ્લેક ફંડિંગ આવતું હોવાનો ઘટસ્ફોટ થતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.સુરત પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને લઈને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતાં.
વિપક્ષ મહિલાઓને મળતો હક છીનવી લેવા પ્રયાસો કરે છે
કોંગ્રેસ,સપા, આમ આદમી પાર્ટી આખી ટોળકી ભેગી થઈને મહિલાઓને મળતો ન્યાય અને મહિલાઓને મળતો હક છીનવવા માટે કોશિશ કરી રહી છે.દેશના વડાપ્રધાન મોદી સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત મળે તે માટે નારી વંદન અધિનિયમ લઈને આવ્યા. પરંતુ આ બિલને અટકાવીને વિપક્ષી ટોળકીએ ઘોર પાપ કર્યું છે તેવો આક્ષેપ રવિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સેગવા ગામે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં કર્યો હતો.













