ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પ્રવાસે છે. તેમણે સુરતમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, મેટ્રો અને બુલેટ ટ્રેનથી સુરતની કાયાપલટ થશે. ટૂંક સમયમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ થશે. સરકારે વાહન ચાલકોની 20 સેકન્ડ બચાવવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મેટ્રો, બુલેટ ટ્રેનથી સુરતની કાયાપલટ થશે. ટૂંક સમયમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ થશે.વાહનચાલકોની 20 સેકન્ડ બચાવવા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી હતી. કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે.ગામડાઓમાં જમીનો પચાવી પાડનારાઓ સાવધાન થઈ જજો. ધાર્મિક સ્થળો પર અતિક્રમણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. અસામાજિક તત્વો સાથે મિલીભગત રાખનાર પોલીસકર્મી સસ્પેન્ડ થશે.

આજે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે

કોંગ્રેસના શાસનમાં દીકરીઓ બહાર નીકળતા ડરતી હતી.આજે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે. મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે PIL કરનારાઓ પર હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જનતા આવા લોકોને ભુક્કા બોલાવી દેશે. સુરત હવે દેશનું સૌથી સ્વચ્છ શહેર બનશે, સુરતમાં ડુમસ સી-ફેઝ પ્રોજેક્ટ બાદ હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે


આ પણ વાંચોઃ Ahmedabad News: નિકોલમાં બેફામ દોડતી BMW કારે રિક્ષાને ઠોકર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી, ભક્તિનગર પાસે સર્જાયો અકસ્માત!