ગુજરાતમા હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક રાહ ખાતે કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા હતાં. કોંગ્રેસના નેતાએ થરાદ તાલુકાના પૂર્વ પ્રમુખને સ્ટેજ પર સંબોધન કરતી વખતે અટકાવ્યા હતાં. ભાજપના દાનાભાઈએ કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના માંગીલાલ પટેલે દાનાભાઈને બોલતા રોક્યા હતાં.


સ્ટેજ પર જઈને ભાજપના દાનાભાઈને બોલતા રોક્યા

ઉત્તર ગુજરાતમાં નવા બનેલા વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક રાહ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવની ઉજવણી વખતે થરાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા દાનાભાઈએ કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતા માંગીલાલ પટેલે સ્ટેજ પર જઈને ભાજપના દાનાભાઈને બોલતા રોક્યા હતાં.

કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે

ભાજપના દાનાભાઈએ કોંગ્રેસ પર ટીપ્પણી કરી હતી કે, કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ખેડૂતોને દિવાળી સુધીમાં સરકાર દ્વારા સહાય ચૂકવી દેવામાં આવશે. આ દરમિયાન કોંગ્રસ નેતા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે દાનાભાઈનું સંબોધન અટકાવ્યું હતું. કૃષિ મહોત્સવમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાના મુદ્દા પર આમને સામને આવી જતાં રાજકીય ચર્ચાઓ તેજ બની હતી.


  • Follow us on: