પોરબંદર-રાજકોટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આ ઘટનામાં એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ પરિવાર રાજકોટથી તલાટીની પરીક્ષા આપીને પોરબંદર પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની.
કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
મૃતકોમાં પતિ, પત્ની અને તેમના સાળાનો સમાવેશ થાય છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમની બ્રેઝા કાર રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે પતિ, પત્ની અને સાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.













