રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ઘરમાં રમકડાં સાથે રમતી હતી. રમતાં-રમતા આ દોઢ વર્ષની બાળકી પ્લાસ્ટિકની દડી ગઈ. જેના કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. માતા-પિતા તાત્કાલિક બાળકીને હોસ્પિટલ લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજયું. દોઢ વર્ષની બાળકીનો એક પ્લાસિટકના રમકડાંએ ભોગ લીધો. પ્લાસ્ટીકની પોલીથીન ગાય અને પ્રાણીઓ માટે જીવલેણ બનતી હોય છે તેમ માણસો માટે પણ પ્લાસ્ટિક ખતરારૂપ બની રહ્યું છે. અને એટલે જ પર્યાવરણ પ્રેમીઓ પ્લાસ્ટીકનો ઉપોયગ બંધ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે.
પ્લાસ્ટીકની દડી ગળી જતા બાળકીનું મોત
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારમાં સાત દિવસ પહેલા એક ઘટના બની હતી. જેમાં દોઢ વર્ષની બાળકી પાર્થવી તેજસભાઈ ચાવડા પોતાના ઘરમાં રમતી હતી. નાના બાળકોને શાંત કરવા માતાપિતા તેમને રમકડાં આપી દે છે તો કયારેક મોબાઈલ આપી દેતા હોય છે. માસૂમ પાર્થવીને પણ અન્ય બાળકોની જેમ રમકડાં વધુ પસંદ હતા. પાર્થવી ઘરમાં રમકડાં સાથે રમતી હતી ત્યારે ભૂલમાં ને ભૂલમાં પ્લાસ્ટીકની દડી ગળી ગઈ. બાળકી પ્લાસ્ટીકની દડી ગળી જતા તેને શ્વાસ લેવામાં તકલીફ થતા માતાનું ધ્યાન ગયું. બાળકી બેભાન થવા લાગતા માતાપિતા તરત તેને હોસ્પિટલમાં લઈ ગયા. જયાં તબીબ દ્વારા બાળકીને સાત દિવસ સુધી સારવાર આપવામાં આવી. છતાં પણ શ્વાસમાં થતી તકલીફના કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજયું.
માતાપિતાની બેદરકારીના કારણે બાળકનું મોત
અગાઉ પણ રાજકોટમાં એક કિસ્સામાં જામનગર રોડ પરના ફ્લેટની ઘટનામાં માતાપિતાની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હતું. જેમાં 3 વર્ષનું બાળક રમતા રમતા બાળક સ્વીમિંગ પુલમાં પડી ગયું હતુ. બાળકને તાત્કાલિક બહાર કઢાયું અને ડોક્ટર પાસે લઈ જવાયું છતાં પણ બાળકના શરીરમાં પાણી વધુ ગયુ હોવાના કારણે મોત નિપજયું. અન્ય એક કિસ્સામાં ઘરની બહાર જાળી ઉપર 5 વર્ષીય અર્પિત ગૌડ નામનું બાળક રમત રમતાં નીચે પથ્થર પર પટકાતા મોત થયું હોવાની ઘટના બની હતી. બાળકો માતાપિતા માટે વધુ મહત્વના હોય છે પરંતુ કયારેક તેમની બેદરકારી અથવા બાળરમતમાં બાળકો મોતના શિકાર થાય છે.