રાજકોટ શહેરમાં BRTS બસનો અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર નજીક BRTS બસે એક મહિલાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે એક મહિલા BRTS ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે મહિલાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે મહિલા રોડ પર ફંગોળાઈ ગઈ હતી.
રાહદારીઓએ મહિલાને પ્રાથમિક સારવાર આપી













