રાજકોટના આકડીયા ગામે એક પરિવારના 4 સભ્યો પર જીવલેણ હુમલો, પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. એક જ પરિવારના 4 સભ્યો પર હુમલો થતા મામલો બિચકાયો હતો. જુની અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલાખોરો હથિયાર સાથે એક ગાડીમાં આવ્યા અને એક પરિવાર પર આડેધડ મારામારી કરી 4 સભ્યોને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા બાદ ત્યાંથી નાસી છુટ્યા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જસદણ ખસેડવામાં આવ્યા













