રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસ દ્વારા શંકાસ્પદ હિલચાલ અને બિનહિસાબી નાણાંની હેરાફેરી અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન એક મોટી સફળતા મળી છે. રેલવે સ્ટેશન પરિસરમાંથી પોલીસે એક વયસ્ક વ્યક્તિને કિંમતી કિંમતી દાગીના અને લાખોની રોકડ રકમ ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો છે. આ અણધારી સફળતાને પગલે રેલવે પોલીસ બેડા તેમજ સ્થાનિક આવકવેરા વિભાગમાં પણ દોડધામ મચી ગઈ છે.
65 વર્ષીય રસિકલાલ પાસેથી કિંમતી દાગીના જપ્ત
પોલીસના સકંજામાં આવેલા આ શખ્સની પૂછપરછ અને તપાસ કરતા તેની ઓળખ 65 વર્ષીય રસિકલાલ જગડા તરીકે થઈ છે. પોલીસે તેમની બેગની તલાશી લેતા તેમાંથી 250 ગ્રામ શુદ્ધ સોનું, 4 કિલોગ્રામ ચાંદીના દાગીના અથવા ઈંટો તેમજ રૂપિયા 14.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં સોના, ચાંદી અને રોકડ અંગે કાયદેસરના બિલ કે અન્ય કોઈ આધારભૂત દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા, પરંતુ રસિકલાલ આ મુદ્દામાલના કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા.













