રાજકોટમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં એક સોસાયટીમાં કામ કરતા ચોકીદારની 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બાળકીના પિતા દ્વારા પોલીસને જાણ કરતા DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ
શહેરના 150 ફૂટ રિંગરોડમાં એક સોસાયટીમાં કામ કરતા નેપાળી પરિવારની 4 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું છે. બાળકીને નિદ્રાધીન અવસ્થામાં ઉઠાવી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નેપાળી પરિવારની બાળકી ઘરે સુતી હતી અને માતા અન્ય કામ માટે ગઈ હતી. માતા પિતા ઘરે પરત ફરતા બાળકી ન મળતા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. બાળકીને લિફ્ટમાં લઇ જતા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નેપાળી પરિવારની 4 વર્ષની દિકરી પર દુષ્કર્મ
પોલીસે CCTV ચેક કરતા બિલ્ડિંગમાં ત્યાં નોકરી કરતો નોકર બાળકીને લઈને જતો નજરે પડ્યો હતો. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર બાળકીના પિતાની માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવા બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.