રાજકોટમાં ઉપવાસ અને તહેવારો દરમિયાન લોકોની આસ્થા સાથે ચેડા કરવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં જલારામ ફરસાણ નામની દુકાનમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. આરોગ્ય વિભાગને મળેલી બાતમીના આધારે જલારામ ફરસાણની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ કરતા માલુમ પડ્યું હતું કે દુકાનદાર ફરાળી પેટીસ બનાવવા માટે બટેટાના માવાને બદલે મકાઈના લોટનો ઉપયોગ કરી રહ્યો હતો.
ગ્રાહકો સાથે ખુલ્લી છેતરપિંડી













