રાજકોટમાં તા.25/05/2024એ થયેલી દુર્ઘટના 'TRP ગેમઝોન અગ્નિકાંડ' મામલે આજથી રાજકોટ કોર્ટમાં સુનાવણીનો દોર શરૂ થશે. કેસની સુનાવણીના પ્રથમ દિવસે તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવશે. મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને પણ કોર્ટમાં હાજર કરાશે. અગાઉ રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જ્યારે આજે ઈલેશ ખેરને જામીન પર મુક્ત કરવામાં આવશે. સાથેજ આજ રોજ તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મનસુખ સાગઠીયાએ અનેક પ્લાનમાં કર્યો હતો ભ્રષ્ટાચાર













