રાજકોટના ધોરાજીના જામકંડોરણાના પાદરીયા ગામમાં તળવામાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે, બાળકો નાહવા ગયા હતા તે દરમિયાન આ ઘટા બની હોવાની વાત સામે આવી છે, ફાયર વિભાગે બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે અને પીએમ માટે મોકલી આપ્યા છે, ગામ લોકોના તળાવની આસપાસ ટોળા ઉમટયા હતા.


રાજકોટના ધોરાજીમાં ત્રણ બાળકો ડૂબી જતા મોત

જામકંડોરણામાં પાદરીયા ગામે તળાવમાં નાહવા પડેલા 3 બાળકો ડૂબી જવાથી તેમના મોત થયા છે, પાદરીયા ગામમાં બાળકો નાહવા ગયા અને તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

પાદરીયા ગામના તળાવમાં બાળકો નાહવા ગયા હતા

જામકંડોરણા ગામના પાદરીયા ગામમાં ખેત મજૂરના ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા, બાળકોના કપડા તળાવની પાળેથી મળી આવ્યા છે, તો લાંબા સમયથી સુધી બાળકો તળાવની બહાર ના આવતા ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી અને પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે. ઉનાળાના સમયમાં અને ચોમાસાના સમયમાં લોકો તળાવમાં નાહવાનું વધારે પસંદ કરતા હોય છે, ત્યારે તળાવ ઉંડુ હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

  • Follow us on: