રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ મોટી મારડ ગામે એક દુઃખદ ઘટના બની હતી. અહીં એક 35 વર્ષીય યુવકનું ભૂલથી ઉંદર મારવાની દવા પી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગામના પ્રકાશ સોલંકી નામના યુવકે અજાણતામાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ ઘટના બનતા જ તેની તબિયત લથડી હતી.
યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લીધી હતી













