રાજકોટ શહેરમાં મચ્છરના ઉપદ્રવમાં વધારો થયો છે. શહેરના 1164થી વધુ સ્થળોએ તંત્રની દ્વારા ચકાસણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 550થી વધુ સ્થળે તપાસ કરી નોટિસ આપવામાં આવી છે. શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના મચ્છરના નાશ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા ફોગિંગ અને પોરા નાશક કામગીરી કરવામાં આવી રહી છે. મકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષમાં તંત્રનું ચેકિંગ કરી મચ્છર ઉત્પતિ અંગે બેદરકારી દાખવવા બદલ નોટિસ આપવામાં આવી છે.
શહેરમાં મચ્છરના ઉપદ્રવમાં વધારો થયો













