રાજકોટના ત્રિશૂલ ચોક નજીક આવેલી નિરંજન સ્કૂલમાં આજે NSUIના કાર્યકોરો વિરોધ કરવા પહોંચ્યા હતા. NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરીને શાળા બંધ કરાવાઈ હતી. રજાના દિવસે પણ શાળા ચાલુ રખાતા વિદ્યાર્થીઓમાં અને NSUIના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. રવિવારની જાહેર રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળાએ બોલાવવામાં આવતા હતા. જેનો વિરોધ કરતા NSUIના કાર્યકરો શાળામાં આવી પહોંચ્યા અને શિક્ષકોને ઉગ્ર રજૂઆત કરીને વિદ્યાર્થીઓને રવિવારની રજાનો હક અપાવ્યો હતો.
રજાના દિવસે અભ્યાસ માટે બેલાવવામાં આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
નિયમો વિરુદ્ધ શાળાએ બોલાવીને વિદ્યાર્થીઓનું ભણતર સુધારવું તે કેટલું યોગ્ય છે? NSUIએ વિદ્યાર્થીઓને પોતોનો હક અપાવ્યો છે. જાહેર રજાનો દુરુપયોગ કરતી શાળાને NSUIના વિરોધ પ્રદર્શન દ્વારા બંધ કરાવવામાં આવી હતી. અગાઉ કેટલાય રવિવારથી આ શાળામાં રજાના દિવસે અભ્યાસ માટે બેલાવવામાં આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવાતી હતી. જેના કારણે તેમને માનસિક ભારક વધી રહ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
NSUIની ઉગ્ર રજૂઆત
રવિવારની રજાનો સદુપયોગ કરતાં હવેથી આ શાળામાં રવિવારે કોઈ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવશે નહી તેવી NSUIએ માંગ શાળાના શિક્ષકો સમક્ષ રજૂ કરી હતી. જેને પગલે હાલ પૂરતી આ શાળામાં હાજર વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતો. NSUIના ઉગ્ર રજૂઆતથી હાલ નિરંજન સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત મળી છે. હવે જોવું રહ્યું કે આવનાર રવિવારે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવે છે કે નહી.