ગુજરાતમાં વરસાદી મહીલ ફરી જામી ગયો છે. અનેક શહેરોમાં વરસાદી આફત જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ નજીક આવેલા કુવાડવા ઓવરબ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને ટ્રાફિક જમના દ્રશ્યો સર્જાયા છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા













