રાજકોટમાં વીજ કરંટથી વધુ એક મોતની ઘટના સામી આવી છે. શહેરમાં રૈયાધાર મફ્તીયા પરામાં રહેતી કિંજલ ડઢાણીયા ઈલેક્ટ્રિક વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી. પરંતુ વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલા જ બાળકીનું મોત નિપજયું. બાળકીના મોતને લઈને પિતાનું દર્દ છલકાયું. પિતાએ વ્યથા સાથે કહ્યું કે કોની બેદરકારી અને કોને સજા મળી.


વીજકરંટથી બાળકીનું મોત

રૈયા વિસ્તારમાં બાળકી રમતા-રમતાં વીજ થાંભાલને અડી. અને થાંભલામાં વાયરના તાર ખુલ્લા હોવાથી બાળકીને કરંટ લાગ્યો. રૈયાધાર મફતિયા પરા મચ્છુનગરમાં રહેતા જીવનભાઈ ડઢાણીયાની માસૂમ 4 વર્ષની બાળકી વીજ કરંટનો મોટો ઝટકો સહના ના કરી શકે. અને વીજ કરંટમાં બાળકીનું મોત નિપજયું. બાળકીના મોતને લઈને પરિવારે વહીવટીતંત્રને અપીલ કરી છે કે આવા જોખમી વીજ થાંભલાની તપાસ કરવામાં આવે. વીજ થાંભલામાં જે ખુલ્લા વાયર દૂર કરવામાં આવે જેથી કરીને ફરી કોઈ માસૂમ વીજ કરંટના કાળનો શિકાર ના થાય.

સ્થાનિકોની વહીવટીતંત્રને અપીલ

બાળકીના પરિવાર ઉપરાંત આ વિસ્તાના સ્થાનિકોની પણ ફરિયાદ છે કે અમારે ત્યાં વારંવાર લાઈટ જાય છે છતાં તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. લાઈટ જવાના કારણે અમારા વિસ્તારાના લોકોને અનેક પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડે છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં બાળકીના પિતાનું દર્દ છલકાયું.

વીજ વાયરને અડી જતા લાગ્યો કરંટ

પિતાએ કહ્યું કે મારી ચાર વર્ષની પુત્રી કિંજલ તેની માતા અને ભાઈ સાથે નજીકમાં જ રહેતા તેમના માસીના ઘરે આટો મારવા ગઈ હતી. દરમિયાન સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે રસ્તામાં લાઈવ વીજ વાયરને ભૂલથી અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જો કે બાળકીના મોત બાદ PGVCLના કર્મચારીઓ રીપેરીંગ માટે પહોંચ્યા હતા.

  • Follow us on: