રાજકોટના પ્રખ્યાત નીલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડ ગીતો પર ઠુમકા લાગ્યા છે, ગરબાના નામે અંગ્રેજી અને બોલિવૂડ ગીતો પર લોકોએ ઠુમકા લગાવ્યા છે, માતાજીની આરાધનાના તહેવારમાં ઠુમકા લાગ્યા હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે, ડીજે પાર્ટી રાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, ગત વર્ષે પણ નીલ સિટી ક્લબના ગરબા વિવાદમાં આવ્યા હતા, પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
નવરાત્રિમાં ભાન ભૂલ્યા આયોજકો ?
રાજકોટમાં સૌથી નામચીન નીલ સિટી ક્લબના ગરબા ફરી વિવાદમાં આવ્યો છે, નીલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા છે, લોકો માતાજીની આરાધના કરવા આવ્યા હતા કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા આવ્યા હતા તેને લઈ વિવાદ ઉભો થયો છે, સાંભળીને પણ શરમ આવે તેવા ગીતો પર માતાજીની આરાધનાના તહેવારમાં ઠુમકા લાગ્યા છે, ગત વર્ષે પણ આ આયોજક નવરાત્રિ દરમિયાન દારૂના ગીત વગાડવા માટે આવ્યા હતા વિવાદમાં તો ગઈકાલે પણ નીલ સિટી ક્લબના ગરબા દરમિયાન મારા મારી થઈ હોવાની વાત ચર્ચાઈ રહી હતી. નીલ સિટી કલબના આયોજક જરા સુધરી જાવ દર વર્ષે નવરાત્રિમાં વિવાદમાં આવવું તે નક્કી કર્યુ છે કે શું ?













