રાજકોટમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યાનો હજુ સુધી પોલીસ અંત લાવી શકી નથી. ટ્રાફિક સમસ્યા નિવારવાને બદલે રાજકોટ ટ્રાફિક પોલીસ માત્ર દંડ આપવામાં જ ધ્યાન આપે છે જેટલું દંડ આપવામાં ધ્યાન આપે છે તેટલું ટ્રાફિક સમસ્યામાં ધ્યાન આપે તો રાજકોટમાં ક્યાંય પણ ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં.


સૌથી વધુ ત્રિપલ સવારી અને નો પાર્કિંગના દંડ પેટે ચૂકવવામાં આવે છે

રાજકોટ પોલીસ દ્વારા જાન્યુઆરીથી જૂન મહિનામાં જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી તેમાં 5.91 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પ્રતિ મહિનાની જો વાત કરવામાં આવે તો રાજકોટના વાહન ચાલકો 90 લાખથી લઈ એક કરોડ રૂપિયા ટ્રાફિક દંડ પેટે ચૂકવે છે. સૌથી વધુ ત્રિપલ સવારી અને નો પાર્કિંગના દંડ પેટે ચૂકવવામાં આવે છે. તો બીજી તરફ આટલો બધો દંડ ચૂકવ્યા બાદ પણ રાજકોટના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળતી નથી.

છેલ્લા છ મહિનામાં કેટલા કેસ અને દંડ વસૂલાયો

01-ટ્રિપલ સવારી

૫૦,૭૮૯(કેસ)

૫૯.૦૪લાખ

02-ટ્રાફિક અડચણ (નો પાર્કિંગ)

૧૭,૫૭૫(કેસ)

૧.૨૮ કરોડ

03-ઓવર સ્પીડ

૧૪,૯૩૦(કેસ)

04- હેલ્મેટ

૧૪,૨૭૯(કેસ)

૧કરોડ

05-સીટ બેલ્ટ

૬૬૮૨(કેસ)

૪૮.૧૮ લાખ


  • Follow us on: