રાજકોટવાસીઓ માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવતા એક સૌથી મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત એવા નવનિર્મિત સાંઢિયા પુલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે હર્ષ સંઘવી ખુલ્લી જીપમાં સવાર થઈને બ્રિજનું નિરીક્ષણ કરશે અનને તેને જનતા માટે ખુલ્લો મુકશે. બ્રિજના લોકાર્પણને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાદા છતાં ભવ્ય સમારંભમાં રાજકોટ મનપા ના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઓવરબ્રિજનું નિર્માણ અંદાજે 74 કરોડના માતબર ખર્ચે કરવામાં આવ્યું
આ આધુનિક ઓવરબ્રિજનું નિર્માણ અંદાજે 74 કરોડના માતબર ખર્ચે કરવામાં આવ્યું છે, જેને તૈયાર થવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ બ્રિજ ખૂબ જ મજબૂત અને અત્યાધુનિક છે. બ્રિજની કુલ પહોળાઈ 16.24 મીટર અને લંબાઈ 678 મીટર રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટના બાંધકામમાં 120 PSC ગડર અને સ્ટીલના 7 નંગ ગડરનો ઉપયોગ કરાયો છે. સમગ્ર બ્રિજ 21 પિલર (થાંભલા) પર મજબૂતાઈથી ઊભો કરવામાં આવ્યો છે.













