સૌરાષ્ટ્રના દિગ્ગજ સહકારી આગેવાન જંયતિ ઢોલનું નિધન થયું. છેલ્લા ઘણા સમયથી જંયતિભાઈ બીમાર હતા. લાંબી માંદગી બાદ જયંતિ ઢોલનું નિધન થતા પરીવાર સહીત રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો. ગોંડલ યાર્ડ બનાવવામાં જયંતિ ઢોલનો સિંહ ફાળો હતો. તેઓ રાજકીય આગેવાન પણ રહી ચૂકયા છે અને ઘણા સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યા હતા. એક સમયે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ચૂકેલા જયંતિ ઢોલનું નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું. તેમની અંતિમયાત્રામાં રાજકીય સામાજિક અગ્રણીઓ પણ જોડાયા..
જયંતિભાઈ ઢોલ, એક રાજકીય આગેવાન
જયંતિભાઈ ઢોલ ગોંડલ માર્કેટિંગ યાર્ડના વર્ષો સુધી ચેરમેનના પદ પર રહી ચૂકયા છે. તેઓ ગોંડલ સહકારી ક્ષેત્ર ઉપરાંત રાજકીય આગેવાન તરીકે વર્ષો સુધી સક્રિય રહ્યા છે. ઉંમરના કારણે છેલ્લા ઘણા સમયથી તેમની નાદુરસ્ત તબિયત હતી. બીમારીને પગલે જયંતિભાઈ ઢોલના નિધનથી રાજકીય અને વેપારી આલમમાં શોકનો માહોલ છવાયો. જણાવી દઈએ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે.













