રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં ગોંડલના કોટડાસાગાંણીમાં ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી. કોટડાસાગાંણી વિસ્તારમાં રાજગઢ ખાંડાધાર ખાતે બે બાઈક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત. ગત મોડી રાત્રે બાઈક અથડાવવાની અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત નિપજયા જ્યારે 1 યુવક ગંભીર રીતે ઇજા પામ્યો. અકસ્માતને પગલે કોટડાસાગાંણી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચઈ ગઈ. કોટડાસાગાંણી પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી.
ગોંડલમાં બે બાઈક વચ્ચે અકસ્માત
પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલમાં બાઈક અકસ્માતની ઘટનામાં 2 યુવકોના મોત નિપજયા. કોટડાસાગાંણી તાલુકાના રાજગઢ ખાંડાધાર માર્ગ પર મોડી રાત્રીના સમયે બે બાઈકો રસ્તા પરથી પસાર થતા હતા. દરમિયાન મોડી રાત્રે અંધારુ ગાઢ હોવાથી સામસામે આવતા બાઈક ચાલકોનું ધ્યાન ના રહ્યું. અને વાહન ફૂલ સ્પીડમાં હોવાના કારણે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ. બે બાઈકની ભયંકર અથડામણના કારણે ઘટનાસ્થળ પર જ 2 યુવાનના મોત નિપજયા અને 1 યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો.
મોડી રાત્રે થયો અકસ્માત
ખાંડાધાર માર્ગ પર બે બાઈક વચ્ચે મોડી રાત્રે થયેલ અકસ્માત સમયે માર્ગ પર બહુ ઓછા લોકોની અવરજવર હતી. દરમિયાન રાજગઢ ખાંડાધાર માર્ગ પરથી પસાર થતા એક સ્થાનિકનું ધ્યાન ગયું અને પોલીસને જાણ કરી. અકસ્માતની ઘટનાની જાણ થતાં કોટડા સાગાંણી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની હાલત વધુ ગંભીર જણાતા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડયો. અને મૃતક બંને યુવાનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
મૃતકનો પરિવારમાં શોકનો માહોલ
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવક રામપરા - નવાગામના હોવાની વિગતો સામે આવી. મૃતક બંને યુવકોના નામ રોહિત દીપકભાઈ રાઠોડ (ઉ.વ. 24) અને કરણભાઈ કમલેશભાઈ દિવેચા છે. દરમિયાન પોલીસે યુવકોના પરિવારજનોને આ અકસ્માતની જાણ તેમના પર આભ તૂટી પડયું. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં બંને યુવાનોના પરિવારજનો અને મિત્રો સહિતના લોકો એકઠા થયા હતા.