Rajkotના ભક્તિનગર પ્લોટમાં ટુ-વ્હીલર અથડાતાં બોલાચાલી બાદ મારામારી
રાજકોટ શહેરના ભક્તિનગર પ્લોટ વિસ્તારમાંથી જાહેર રસ્તા પર મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં એક બાઇક અને એક્ટિવા વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. આ ટુ-વ્હીલર પરસ્પર અથડાતાં જ બંને ચાલકો વચ્ચે ઘટનાસ્થળે જ ઉગ્ર માથાકૂટ અને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે એક્ટિવા ચાલકે પોતાનો પીતો ગુમાવ્યો હતો અને વાત ગાળાગાળીથી વધીને સીધી મારામારી પર પહોંચી ગઈ હતી.













