રાજકોટના ગ્રામ્ય વિસ્તાર સરધારામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે જેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી છે અને આજે ગ્રામજનોએ સરધાર બંધનું એલાન આપ્યું છે, વેપારી ઉપર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈ સરધાર બંધનું એલાન આપવામાં આવ્યું છે, લુખ્ખા તત્વો વેપારીઓને રંજાડતા હોવાની ફરિયાદ ઉઠી છે.


સરધારમાં લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ

રાજકોટ પંથકના સરધારમાં અસામાજિક તત્વોના ત્રાસને પગલે ગામ સવયંભૂ બંધ રાખવામાં આવ્યું છે, સરધારમાં દુકાન ધરાવતા ટાયરના વેપારી ઉપર અસામાજિક તત્ત્વો હુમલો કર્યો હતો, પોલીસ ફરિયાદ છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી જેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી છે, અવારનવાર સરધારમાં માથાભારે તત્વો વેપારીઓને રંજાડતા હોવાની ફરિયાદો ઉઠી છે તેમ છત્તા પોલીસ આવા લુખ્ખા તત્વોને છાવરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ વખતે પણ વેપારી ઉપર હુમલો કરી માર મારવાની ધમકી આપી

વેપારી ટાયરની દુકાન ધરાવે છે અને તેઓ દુકાનમાં હતા તે વખતે સિકંદર સિંધી અને અન્ય 2 શખ્સો દુકાનમાં દોડી આવ્યા હતા અને સિંકદરે ટાયર બદલવાની વાત કરી હતી, તો વેપારીને સિંકદરે આગળના રૂપિયા પણ આપ્યા ન હતા જેને લઈ તેમણે વાત કરી હતી, ગુગલ પે દ્વારા વેપારીને રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને કંપનીનું ચોક્કસ ટાયર ન હોવાથી તે લોકો રોષે ભરાયા હતા અને ઝઘડો કરીને વેપારીને માર માર્યો હતો, તો સિકંદર સાથે રહેલો એક વ્યકિત કારમાંથી છરી લઈને આવ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.


  • Follow us on: