રાજકોટ જિલ્લામાં સરધારમાં આવેલી વાડીમાં પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આરોપીએ ત્રિકમનો ઘા ઝીંકીને પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તો રાજકોટના સરધારમાં પૂર્વ સરપંચની હત્યામાં મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્વ સરપંચ હરેશ સવાલિયાની હત્યા તેમના ભાગીદારે કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલું છે.
હત્યાનો આરોપી ઝડપાયો













