રાજકોટમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં થયેલા છેતરપિંડીના મામલો સામે આવ્યો છે. જે મામલે છેલ્લા 2 મહિનાથી પોલીસને હાથતાળી આપતો આરોપી ચંદ્રેશ છત્રોલને પોલીસે ઝડપી લીધો છે.મળતી માહિતી મુજબ, રેલનગર ખાતે યોજાનાર સમૂહ લગ્ન કાર્યક્રમનું ચંદ્રેશ છત્રોલાએ આયોજન હોઠવ્યું હતું. જેમાં સમૂહલગ્નને લઈને સમાજના લોકોએ તેને આયોજનની જવાબદારી સોંપી હતી. આરોપીએ સમગ્ર આયોજન માટે પૈસા લઈ લીધા હતા.
આરોપી પૈસા લઈને ફરાર













