ગુજરાતમાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો સામે બુલડોઝર કામગીરી વધુ તીવ્ર બની ગઈ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાસ અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરીને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલી છે. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામને તોડી પાડીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. તેવી જ કામગીરી રાજકોટના ધોરાજીમાં કરવામાં આવી હતી. રાજકોટના ધોરાજીમાં પાટણવાવ ગામમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું.


દબાણ દૂર કરવામાં આવ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલી સરકારી જમીન પર ધાર્મિક સ્થળ બનાવી દેવામાં આવ્યું હતું. જે વાત તંત્રને ધ્યાનમાં આવી હતી. જેથી વહીવટી તંત્રે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી સર્વે નંબર 23/1 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ધાર્મિક સ્થળ બનાવી દેવામાં આવ્યું હતું. સરકારી જમીન પર દબાણ કરાયું હતું.જેથી વહીવટી તંત્ર ધાર્મિક સ્થળ હટાવવા માટે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.

દબાણ પર બુલડોઝર કાર્યવાહી

ધોરાજીના પાટણવાવ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. પાટણવાવથી માણાવદર જવાના રસ્તે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ધોરાજી મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને DYSP સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું. સરકારી જમીનને ખુલી કરાઈ હતી.


  • Follow us on: