રાજકોટના માલીયાસણ ગામે કથાકાર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી છે. ત્યારે કમોસમી વરસાદે જીગ્નેશ દાદાની કથામાં ભંગ પાડ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે જીગ્નેશ દાદાની કથામાં ભારે નુકસાન પહોંચ્યું છે. કથામાં બેસવા માટે બાંધવામાં આવેલો ડોમ બેસી ગયો છે અને પડદા પણ ફાટી ગયા છે. જો કે રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઘાયલ થયું નથી.
ગઈકાલે જ જીગ્નેશ દાદાની કથાનો પ્રારંભ થયો
તમને જણાવી કે રાજકોટના માલીયાણસ ગામે આજે જીગ્નેશ દાદાની કથાનો આજે બીજો દિવસ હતો, ગઈકાલથી કથાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે અચાનક જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ડોમ બેસી ગયો, ત્યારે લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને કોઈ દુર્ઘટના પણ બની નથી. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદે રાજ્યભરમાં કહેર વર્તાવ્યો છે અને તેના કારણે ધરતીપુત્રોએ વાવેલા પાકને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે.
રાજકોટમાં વરસાદ બાદ વાગડ ચોકડી પાસે ગાડીઓ કાદવમાં ફસાઈ ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં ગોંડલ ચોકડી, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કાલાવડ અને યૂનિવર્સિટી રોડ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.શહેરમાં ભારે પવન ફૂંકાવાથી હોર્ડિંગ પણ ધરાશાયી થયું હતું.કમોસમી વરસાદ બાદ રાજકોટ મહાપાલિકાના પ્રિ મોન્સૂન કામોની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા હતાં. વાગડ ચોકડી પાસે ગાડીઓ કાદવમાં ખૂંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર એક્ટિવ થવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં ગોંડલ ચોકડી, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કાલાવડ અને યૂનિવર્સિટી રોડ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાવાથી હોર્ડિંગ પણ ધરાશાયી થયું હતું. વરસાદની સિઝનમાં રાજકોટની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. કમોસમી વરસાદ બાદ ગાડીઓ રસ્તામાં ફસાઈ ગઈ હતી.