રાજકોટના મેટોડા નજીક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. ખુલ્લા પ્લોટિંગ વિસ્તારમાં હત્યાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક દિલીપ ગોહિલ બોટાદનો રહેવાસી છે. યુવકની હત્યા શા માટે કરી તેની પાછળનું કારણ અકબંધ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના મેટોડા નજીક યુવકની હત્યા













