અમદાવાદમાં એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બરોના મોત નિપજ્યા હતાં. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતાં. તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું. આ ઘટનાને એક વર્ષનો સમય પૂર્ણ થયો છે. ત્યારે રાજકોટમાં રૂપાણી પરિવારે વિજય રૂપાણીની પુણ્યતિથી પર પત્રકાર પરિષદ યોજી હતી. 


સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભનું નિવેદન 

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રૂપાણી પરિવારને પ્લેન ક્રેશની ઘટનાની તપાસ પર પૂર્ણ ભરોસો છે. PM અને ગૃહમંત્રી ગુજરાતના પનોતા પુત્ર છે.દરેક પીડિત પરિવાર તપાસ સમિતી પર વિશ્વાસ રાખે.મારા બહેનના પત્રનો એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે. એર ઇન્ડિયાના સત્તાધિશો પીડિતો સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે. આ પત્રને અને તપાસને કોઇ લેવાદેવા નથી.આ દરેક પરિવાર વચ્ચેનો ખાનગી પત્ર વ્યવહાર છે અને તેને ખાનગી જ રાખવો જોઇએ. પ્લેન ક્રેશની દરેક ઘટનામાં તપાસ લાંબી થતી હોય છે. આપણે આ તપાસ પર ભરોસો રાખવો જોઇએ

વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પીડિત પરિવારો માટે સમય જાણે આજે પણ જાણે અટકી ગયો છે. આ ઘટનામાં કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈએ વહુ ગુમાવી અને કોઈએ માતા કે પિતા ગુમાવ્યા છે. કોઈએ તો પરિવારનો આધાર સ્તંભ પણ ગુમાવ્યો છે. ત્યારે આજે પણ આ ઘટનાને લઈને પરિવારોની આંખોમાંથી આંસુ સુકાયા નથી. યાદો પણ છે અને સવાલ માત્ર એક જ.  


આ પણ વાંચોઃ Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જાહેર કર્યા ઝોનવાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી સંપર્ક નંબરો


  • Follow us on: