અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક આજે એક ખેતરમાં પાંચ ખેડૂતો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. ખેતરોમાં અચાનક પાણી ફરી વળતા ખેડૂતો ત્યાં ફસાઈ ગયા હતા. જે બાદ તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દાતરડી નજીકથી પસાર થતી હાંડલીયા નદી અને રામતલીયા નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો.
દાતરડી ગામ નજીક પાંચ ખેડૂતો ખેતરમાં ફસાયા













