રાજુલા નગરપાલિકામાં સફાઇ કામદારોનો વિરોધ જોવા મળ્યો છે. પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિરોધ થયો છે. એજન્સીના માણસોને સફાઇ કરતા અટકાવાયા છે. સફાઇ કરતા લોકો પાસેથી સાવરણા આંચકી લીધા હતા. વિરોધ કરી રહેલા સફાઇ કામદારોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં ફરી સફાઇ શરૂ કરવામાં આવી છે. બે દિવસથી સફાઇ કામદારોની હડતાળ ચાલી રહી છે.


રાજુલા નગરપાલિકામાં સફાઇ કામદારોનો વિરોધ

અમરેલીની રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાળનો મામલો ઉગ્ર બન્યો છે. રાજુલા શહેરના હિતમા નગરપાલિકા દ્વારા અન્ય એજન્સીને કામગીરી સોંપતા મામલો ઉગ્ર બન્યો છે. સફાઈ કરી રહેલા એજન્સીના માણસો પાસેથી 2 દિવસથી હડતાળ ઉપર રહેલા સફાઈ કામદારો દ્વારા સાવણા આંચકી લેવાય છે. આજે પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે મુખ્ય બજારમાં સફાઈ શરૂ કરાય ફરી કામગીરી અટકાવી છે. ફરીવાર સફાઈકામદારો કામગીરી અટકાવવા પહોંચ્ છે. ASP જયવીર ગઢવી સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

એજન્સીના માણસોને સફાઇ કરતા અટકાવાયા

નગરપાલિકામાં કામગીરી અટકાવનાર સફાઈકામદારોને પોલીસ દ્વારા ડિટેઇન કર્યા છે.30 કરતા વધુ સફાઈકામદારોને ડિટેઇન કર્યા છે. પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિરોધ થયો છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સફાઈકામદારો ડિટેઇન કર્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં ફરી સફાઇ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે મુખ્ય બજારમાં સફાઈ શરૂ કરાય ફરી કામગીરી અટકાવી છે.


  • Follow us on: