હળવદ શૂરવીરોની ભૂમિ છે અને આ શૂરવીરોની ભૂમિ પર ચારે તરફ પાળિયા આવેલા છે ત્યારે છેલ્લા 8 વર્ષથી સરકારી શાળાની 100થી વધુ વિદ્યાર્થીઓનીઓ પાળિયાઓને રાખડી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી છે. હળવદ શહેરના ચારે તરફ આવેલા આશરે 300થી વધુ પાળીયાઓને સરકારી શાળા નંબર 4 અને એલ.એન મહેતા ગર્લ્સ સ્કૂલની 100 જેટલી બાળાઓએ પાળિયાઓને રાખડી બાંધી અને તેમની શૂરવીરતાને પ્રમાણ કર્યા હતા.
વિદ્યાર્થીઓનીઓ પાળિયાઓને રાખડી બાંધી અનોખી ઉજવણી













