અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ છે. રથયાત્રામાં દરિયાપુર પ્રેમ દરવાજા પાસે યુવક બેભાન થયો હતો. યુવક બેભાન થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. રથયાત્રામાં એમ્બ્યુલન્સ માટે જગ્યા કરીને જવા દેવાઈ છે.


ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ 

અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા છે. આ દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી. હાલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. રથયાત્રા દરમિયાન 3 ગજરાજનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા ગજરાજોને જગન્નાથ મંદિર ખાતે લઈ જવાયા છે. અન્ય એક ગજરાજ ગાંધી રોડ તરફ હોવાથી રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી.

રથયાત્રામાં બાઈકનો સ્ટંટ કરવા જતા અકસ્માત સર્જાયો

અમદાવાદમાં રથયાત્રામાં સ્ટંટ કરતા અકસ્માત થયો હતો. રથયાત્રામાં બાઈકનો સ્ટંટ કરવા જતા અકસ્માત સર્જાયો હતો. સ્ટંટ કરનાર બાઈક સાથે યુવક રોડ પર પટકાયા હતા. સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી નથી. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજીને નગરની યાત્રાએ નીકળ્યા છે. સવારથી નીકળેલી રથયાત્રામાં હજારોની જનમેદની ઉમટી હતી

  • Follow us on: