રથયાત્રાના દિવસે જગતના નાથ નગરચર્ચાએ નીકળ્યા તે પહેલા રાજયના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રા તેના રૂટ પર નીકળી હતી.


રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્ય પ્રધાને જગન્નાથ મંદિરમાં ઉતારી હતી આરતી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથી 148મી રથયાત્રા નીકળી છે, તેને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમ સતત ખડેપગે છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં આરતી ઉતારી અને ભગવાનના આર્શીવાદ લીધા હતા.

શું હોય છે પહિંદ વિધિ ?

રથયાત્રામાં પહિંદ વિધિનું ખૂબ મહત્ત્વ રહેલું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રામાં આ વિધિને છેરા પહેલા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આ વર્ષે પણ વડાપ્રધાને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલ્યો છે. પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વડાપ્રધાન તરફથી જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલવામાં આવે છે. અષાઢી બીજના દિવસે એટલે કે 27 જૂને વહેલી સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં ભજન મંડળી, હાથી અને ટ્રકોનો જમાવડો જોવા મળશે.

  • Follow us on: