અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રામાં 20 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. ત્યારે વર્તમાન સ્થિતિને લઈને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયો છે. રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટ પર પોલીસનું સુરક્ષા વ્યવસ્થાને લઈને રિહર્સલ કરવામાં આવ્યું છે. રથયાત્રા સંદર્ભે યોજાઈ ક્ષતિ ઉભી ના થાય તે માટે રિહર્સલ કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરથી લઈને સરસપુર મંદિર સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે.


ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે

અમદાવાદમાં રથયાત્રામાં ભગવાન જગન્નાથને જોવા લાખો ભક્તો આવે છે. તેમની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે.અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ના બને તે માટે પણ મદદ લેવામાં આવશે. ભીડમાં દોડાદોડથી કોઈ દુર્ઘટના ના બને તેની પણ કાળજી રાખવામાં આવશે. આ વખતે રથયાત્રામાં 20,000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.આજે સવારે પોલીસે રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું.

3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વખતે 45 ડ્રોન દ્વારા સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર 17,500 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે રહેવાના છે. 3,200 જેટલા CCTV કેમેરાથી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે.આ સિવાય રથયાત્રાના મુખ્ય પોઈન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત કરવામાં આવશે.મહત્વનું છે કે,મંદિર પરિસર અને સરસપુરમાં ફેસ ડિટેકટ કેમેરા લગાવવામાં આવશે.જે હિસ્ટ્રી શીટરો પર બાજ નજર રાખશે. આ સિવાય રથયાત્રા રૂટ પર જર્જરિત મકાનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે

અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રુટ પર નીકળશે. રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી ભાગ લેશે. લોકોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 45 ડ્રોનથી નજર રાખશે. 30 ખાનગી ડ્રોન પણ રૂટ પર બાજ નજર રાખશે. રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 3,200 CCTV કેમેરાથી સર્વેલન્સ કરાશે. રથયાત્રાના મુખ્ય પોઇન્ટ પર એન્ટી ડ્રોન તૈનાત રહેશે. 3,200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવાશે.


  • Follow us on: