ભાવનગરના લીલા સર્કલ પાસે આવેલા ઈસ્કોન મંદિર હરે કૃષ્ણ ધામમાં ભગવાન જગન્નાથજીને સ્નાન યાત્રા જળ અભિષેક કરવામાં આવ્યો હતો. સ્કંધ પુરાણમાં પુરૂષોત્તમ ખંડ અંતર્ગત ભગવાન વેદવ્યાસજીએ લખ્યુ છે કે, જૈષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીનો પ્રાગટ્ય દિવસ છે. ઓસિસ્સાના જગન્નાથ પુરીમાં જગન્નાથ, બળદેવ, સુભદ્રાજીનો હજારો જળના ઘડાથી અભિષેક થાય છે. તે પરંપરા મુજબ આપડા ભાવનગરમાં આવેલા ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બળદેવ, સુભદ્રાજીનો પણ જળ અભિષેક કરવામાં આવ્યો હતો.


જગન્નાથજીને 56 ભોગનું મોનરથ

વિશેષ ઈસ્કોન મંદિરના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના કૃપા પાત્ર પ્રિય શિષ્ય પરમ પૂજય શ્રીલ રાધા ગોવિંદ ગોસ્વામી વૃંદાવનથી આવીને ઉત્સવને શોભાયમાન કર્યો હતો. સાથે વૃંદાવનથી વૃંદાવનચંદ્ર ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઈસ્કોન ભાવનગરના પ્રમુખ વેણુ ગાયક દાસજીએ જણાવ્યું હતું કે, 551 ભક્તોએ જળ અભિષેક કર્યો હતો. અને જગન્નાથ પુરી મંદિરની પરંપરા અનુસાર સ્નાન યાત્રાના દિવસે જગન્નાથ અને બળદેવજીને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. અને શ્રી જગન્નાથજીને 56 ભોગ અનકૂટ ધરાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં જળયાત્રા

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27 જુનના રોજ નગરચર્ચાએ નિકળશે. ત્યારે આજે એટલે કે 11 જૂનના રોજ રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાણેજ બનીને ભગવાન જગન્નાથજી મોસાળમાં જાય છે. અને તેમનું મોસાળમાં ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવે છે. મોસાળવાસીઓ ભગવાનને આવકારવા આતુર હોય છે. અને તેમના 15 દિવસ સુધી લાડ લડાવવામાં આવે છે. 

  • Follow us on: