સાણંદ પોલીસે એક એવી ટોળકીની ધરપકડ કરી છે. જે ચોરીના વાહનો કોઈપણ ડોક્યુમેન્ટ વિના સીઝ થયેલા અથવા ખેંચેલા હોવાનું જણાવી વેંચી દેતા હતા. આવા ચોરીના 17 વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. જોકે હવે ચોરીના વાહનો ખરીદનાર પર પોલીસની રડાર છે. જેમના વિરુધ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.


ચોરીના 17 વાહનો કબ્જે કરવામાં આવ્યા

અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસની કસ્ટડીમાં રહેલા આ 3 આરોપીના નામ શિવરાજસિહં વાઘેલા, ધર્મદીપસિંહ પરમાર અને દીવ્યરાજસિંહ વાઘેલા છે. આ 3 આરોપીએ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના ટુ વ્હિલર નજીવી કિમંતે વેચ્યા હતા. આરોપીઓ આ વાહનો બેંકે સીઝ કર્યા છે. અથવા હપ્તા ન ભરાતા પાછા ખેંચ્યા હોવાનું જણાવી 90 હજારનુ ટુ વ્હિલર 30 હજારમાં વેચી દીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 15.30 લાખની કિમંતના 17 વાહનો કબ્જે કરી વધુ તપાસ શરુ કરી છે.

90 હજારનું ટુ વ્હીલર 30 હજારમાં વેચી દીધા

ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા હકિકત સામે આવી કે, આરોપી ધર્મદિપ 1 વર્ષ અને શવરાજ સિંહ છેલ્લા 6 મહિનાથી ખાનગી ટીવીએસ શો રુમમાં નોકરી કરતા હતા. છેલ્લા 3 મહિનાથી બપોરના સમયે જ્યારે સિક્યોરિટી ગાર્ડ હાજર ન હોય તે સમયે ગોડાઉનમાંથી વાહનોની ચોરી કરી અન્ય આરોપી દિવ્યરાજને આપતા હતા. જે દિવ્યરાજ સસ્તાભાવે વાહન વેંચી દેતો હતો. સાથે જ કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ લેતો ન હતો. જેથી નંબર પ્લેટ વિના આ વાહનો ફરતા હોવાથી સૌના ધ્યાનમાં આવ્યા હતા.


  • Follow us on: