ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જાણે કે દારૂની નદીઓ વહેતી હોય તે પ્રમાણે રોજબરોજ રાજ્યમાં પ્રોહીબિશનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા બે અલગ અલગ રિસોર્ટમાં દારૂની મહેફીલ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે.દારૂની પાર્ટી કરી રહેલા યુવક યુવતીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.છેલ્લા બે દિવસમાં ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ રિસોર્ટમાં રેડ કરી મોટી સંખ્યામાં દારૂના નશામાં રહેલા યુવક યુવતીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયાં છે.













