જૂનાગઢના સાસણ અને ગીર જંગલમાં કાયદેસર અને ગેરકાયદેસર હોટલોની તપાસ શરુ કરાઇ છે. હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસ કાયદેસર અને ગેરકાયદેસર હોટલોની તપાસ શરુ થઇ ગઇ છે
જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગામોમાં ચેકીંગ
ખાસ કરીને જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગામોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. .ગીર જંગલ બોર્ડર અંગે ગેરકાયદે એકમો પર ચેકીંગ ચાલી રહ્યું છે. રેવન્યુ અને વન વિભાગે સંયુક્ત ચેકીંગ હાથ ધર્યુ છે.
હાઇકોર્ટના આદેશ બાદ ગીરની બોર્ડર પર ફરી તપાસનો ધમધમાટ
ખાસ કરીને હાઇકોર્ટના આદેશ બાદ ગીરની બોર્ડર પર ફરી તપાસનો ધમધમાટ શરુ થયો છે. ગેરકાયદેસર હોટલો, રિસોર્ટ અને બાંધકામો સામે તંત્રની મોટી કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં ફોરેસ્ટ, રેવન્યુ અને વનતંત્રનું સંયુક્ત ચેકિંગ અભિયાન ચાલુ છે.
બાંધકામની ચકાસણી
તમામ ગેરકાયદેસર હોટલો, રિસોર્ટ અને બાંધકામોમાં દસ્તાવેજો,પરવાનગી અને કાયદેસર બાંધકામની ચકાસણી થઈ રહી છે . ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા હાઇકોર્ટે ના આદેશ ના પગલે ગત 4 તારીખે આદેશ કરાયો હતો
તાલાલા ગીર વિસ્તારમાં પાંચ ટીમો દ્વારા સર્વે
હાલ તાલાલા ગીર વિસ્તારમાં પાંચ ટીમો દ્વારા સર્વે નો ધમધમાટ ચાલી રહ્યો છે. તા.15/11/2025 ના સર્વે રિપોર્ટ સુપ્રત કરવા આદેશ કરાયો છે. હાઇકોર્ટના આદેશ બાદ ગીર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર સક્રિય છે અને અનધિકૃત હોટલો અને રિસોર્ટ પર તંત્રની કડક કાર્યવાહી કરાઇ રહી છે.
આ ગામોમાં સર્વે શરુ
ગીર બોર્ડર ના 10 કિમી ની ત્રિજ્યા માં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં તાલાલા તાલુકા ના 44 ગામો, ગીર ગઢડા તાલુકા ના 43 ગામો,ઉના તાલુકા ના 24 ગામો, કોડીનાર તાલુકાના 22 ગામો તથા વેરાવળ તાલુકાના 06 ગામો અને સુત્રાપાડા તાલુકાના 04 ગામો માં સર્વે નો ધમધમાટ ચાલી રહ્યો છે.