સુરતના કીમમાં પૂર્વ વિભાગમાં ખુલ્લી ગટરોના કારણે અકસ્માત સર્જાયો હતો. આ ખુલ્લી ગટરમાં ગત રાત્રે એક રિક્ષા ખાબકી હતી. જેમા સદનસિબે જાનહાનિ નહોતી થઈ. કરણકે રાત્રીના સમયે જઈ રહેલી રિક્ષા ખાલી હતી. સમગ્ર અકસ્માતસની ઘટના રોડની બાજુમાં આવેલી સાઈકલની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું કે રિક્ષાચાલકે રસ્તામાં આવેલા કુતરાને બચાવવા જતા પોતે ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.


રિક્ષા ખાલી હોવાના કારણે જાનહાનિ ટળી

અકસ્માત દરમિયાન રિક્ષામાં કોઈ પેસેંજર નહોતા. જોને કારણે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. આસપાસ લોકો તાત્કાલિક અકસ્માત થતા રિક્ષાચાલકને બચાવવા ત્યા પહોંચ્યા હતો. આવી ખુલ્લી ગટરોના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. આમ છતાં તંત્ર દ્વારા આવી ખુલ્લી ગટરોના કોઈ નિરાકરણ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિકોને વારંવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે.

રિક્ષાચાલકનો સ્થાનિકો દ્વારા કરાયો આબાદ બચાવ 

આ અકસ્માતમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે એક રખડતા શ્વાનને બચાવવા જતાં રિક્ષાચાલકને પોતાની રિક્ષા ખુલ્લી પડેલી ગટર બાજુ લઈ જતા તેની રિક્ષા પલટી જાય છે. સ્થાનિકો દ્વારા રિક્ષાચાલકને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. રિક્ષાચાલકને બચાવ્યા બાદ તેની રિક્ષાને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર અકસ્માતની ઘટના દરમિયાન સદનસિબે કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ ખુલ્લી ગટરોના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા સ્થાનિકો દ્વારા તેને બંધકરવાની માંગ ઉઠી છે. 

  • Follow us on: