સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુમેરુ સિટી મોલમાંથી પોલીસે દરોડો પાડીને નકલી પ્રોડક્ટનું વેચાણ કરતા ડુપ્લિકેટ કોસ્મેટિક ગોડાઉન ઝડપી પીડ્યું હતું. કંપનીના જ એક કર્મીએ ઓનલાઈન પ્રોડક્ટ મંગાવતા આ ડુપ્લીકેટ કોસ્મેટિક ગોડાઉનની પોલ ખુલી હતી. ઉત્રાણ પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 26.60 લાખનો નકલી જથ્થો જપ્ત કર્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં આવેલો સુમેરુ સિટી મોલ જ્યાં નકલી કોસ્મેટિક ગોડાઉન ધમધમતું હતું.
કંપનીના કર્મીએ ઓનલાઈન વસ્તુ મંગાવતા ભાંડો ફૂટ્યો













