સુરતમાં SMCની ગાડીઓ લાયસન્સ વિના જ ધમધમે છે. ભારે વાહનોને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પાલિકાની 20 ગાડીને ડિટેન કરી દંડ ફટકાર્યો છે. મનપાની કચરાગાડીના કેટલાક ડ્રાઇવરો પાસે લાયસન્સ નથી. લાયસન્સ ન મળતા પોલીસે મનપાના વાહનો ડિટેન કર્યા છે.


સુરતમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી 

શહેરમાં ભારે વહાનોના અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. SMCની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મનપાની કચરાગાડીના કેટલાક ડ્રાઈવર પાસે જ લાઈસન્સ નથી. પોલીસે પાલિકાની કચરાની 20 ગાડી ડિટેઈન કરી દંડ આપ્યો છે. ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની ગાડીઓમાં જ લોલંલોલ પકડાતાં કાર્યવાહી કરી છે.

પાલિકાની કચરાની 20 ગાડી ડિટેઈન કરી દંડ 

પાલિકાના વાહનોમાં ડ્રાઈવર પાસે લાઈસન્સ નહિ મળતાં પોલીસે મનપાના જ વાહનો ડિટેઈન કરી લીધા હતા. વાહનચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા.


  • Follow us on: