સુરતના ઓલપાડ તાલુકામાં વધુ એક હત્યા થયાનો કિસ્સો સામે આવ્યો છે. સોશક ગામ પાસેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. મૃતક મૂળ મહારાષ્ટ્રનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકનું નામ સંતોષ કોકરે હોવાનું તપાસ દ્વારા જાણવા મળ્યું છે. મૃતકનો દીકરો સુરતના ચોક બજારમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકે પોતાના જ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મતદેહને પીએમ અર્થે ખસેડ્યો













