સુરતમાં ક્લોરિન બોટલમાં લિકેજ થવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્લોરિન બોટલમાં લિકેજ થવાના કારણે આસપાસના વિસ્તારોના લોકોને આંખોમાં બળતરાની સમસ્યા થઈ હતી. જોકે, ફાયર ટીમને ઘટનાની જાણ થતા તેમણે ક્લોરિનની બોટલમાં લિકેજની ખામી દૂર કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


લોકોને આંખોમાં બળતરાની સમસ્યા

ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરના અલથાણ વિસ્તારમાં ક્લોરીન બોટલમાં લિકેજ થયું હતું. જે કારણે અફરાતફરી સર્જાઈ હતી. બોટલ લિકેજ થવાના કારણે લોકોને આંખોમાં બળતરાની સમસ્યા જોવા મળી હતી. વેસુ ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક લિકેજની ખામીને દૂર કરવામાં આવી હતી.

...તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકતી હતી

ફાયર ઓફિસર કિશોર પટેલે જણાવ્યું હતું કે, આ 50 લીટરની બોટલમાં 20 લીટર ક્લોરિન ભર્યુ હતુ. તરણકુંડ સાફ કરવા જતા લીકેજ થયું હતું. જવાનોએ સુરક્ષા કવચ પહેરી વાલ બંધ કરી દીધો છે. જે કારણે હવે ગભરાવવાની જરૂર નથી. જો ક્લોરીન વધુ ફેલાયું હોત તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકતી હતી.

કલોરિન બોટલના વાલને બધ કર્યો

વધુમાં કિશોર પટેલે જણાવ્યું હતું કે, સંચાલકોને આંખમાં બળતરા થવા લાગતા અલથાણના તરણકુંડમાં કલોરીન બોટલ લિકેજની ઘટાની જાણ અમને કરવામાં આવી હતી. મારી વેસુ અને ભીરાડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાંના વાતાવરણમાં ક્લોરીનનું પ્રમાણ હોવાથી અમારા જવાનોએ સુરક્ષા કવચ પહેરી કલોરિન બોટલના વાલને બધ કર્યો હતો.

  • Follow us on: