સુરતમાં ફરી એક વખત આગ લાગવાની દૂર્ઘટના સામે આવી છે. શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલ વિકાસ રોડ લાઇન્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લાઈન્સના ગોડાઉનમાં મોડી રાત્રે લાગે આગે વધુ વિકરાળ સ્વરૂપ લેતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. વિકાસ રોડ પાસેના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાનો કોલ મળતા જ તરત ફાયર વિભાગની ટીમ બનાવસ્થળ પર પહોંચી ગઈ.
હજીરાના ગોડાઉનમાં આગ
મળતી માહિતી મુજબ શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર હજીરા વિસ્તારમાં વિકાસ રોડ લાઇન્સનું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતુ. ગોડાઉનમાં આગ લાગતા પ્રાથમિક સ્તરે સ્થાનિકો દ્વારા તેને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. પરંતુ ગોડાઉનમાં જૂનો સ્ક્રેપનો સામાન હોવાથી ગોડાઉનની આગ વધુ વિકરાળ બનવા લાગી હતી. ફાયરબિગ્રેડને આગ દૂર્ઘટનાનો કોલ મળતા જ પોતાની ટીમ સાથે બનાવસ્થળ પર પહોંચી ગઈ હતી.
ફાયરની ટીમોએ મેળવ્યો આગ પર કાબુ
ફાયટરની ટીમે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. ગોડાઉન પાસે જ થોડે દૂર દામકા પેટ્રોલ પંપ હતું. એટલે જો આ આગ વધુ ફેલાય તો મોટું નુકસાન થવાની સંભાવના હતી. જો કે જો કે વિકાસ રોડ પાસેના ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે સામે આવ્યું નથી. આગ દૂર્ઘટનામાં ગોડાઉનમાં જૂનો સ્ક્રેપનો સામાન બળીને ખાખ થતા લાખો રૂપિયાના નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
અગાઉ પણ સુરતમાં બની આગ દુર્ઘટના
વિકાસ રોડ લાઇન્સના ગોડાઉન લાગેલ ભીષણ આગમાં ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા મોટું નુકસાન ટળ્યું. આગ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ભીષણ આગ દુર્ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ગત મે મહિનામાં પણ પર્વત પાટિયા વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ દુર્ઘટના બની હતી. જેમાં અવધ ઋતુરાજ માર્કેટના પાંચમા માળે આગ લાગતા 10 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ.
ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ
ટેક્સટાઈલમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે 20 ફાયરની ગાડીઓ દ્વારા ભારે જહમેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ દુર્ઘટના વધવા પાછળ શોર્ટ સર્કિટ અથવા તો બેદરકારી હોવાનું મોટાભાગના કિસ્સામાં જોવા મળે છે. હાલમાં સુરતના હજીરા વિસ્તારમાં વિકાસ રોડ લાઇન્સના ગોડાઉનમાં લાગેલ આગ પર કાબૂ મેળવાયો છે.