આજે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે. જેમાં NDA 203 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે મહા ગઠબંધન માત્ર 32 બેઠકો પર જ લીડમાં છે. આવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સુરત ભાજપ કાર્યલય બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને ઉજવણી કરવામાં આવી હતી.


સુરત ભાજપ કાર્યાલય બહાર ઉજવણી

બિહાર ચૂંટણીમાં NDAને સ્પષ્ટ બહુમત મળે તેવી શક્યતા છે. કારણ કે, બપોરે ત્રણ વાગ્યાના વલણો અનુસાર, NDA હાલ 203 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જે કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત ભાજપ કાર્યાલય બહાર ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ઢોલ-નગારાના તાલે ભાજપ કાર્યકર્તાઓ નાચ્યા

ભાજપ કાર્યકર્તાઓ ઢોલ નગારાના તાલ પર ઝુમતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ કાર્યકરો 1 મહિનાથી બિહારમાં પ્રચારમાં હતા. સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તેમને બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેમની મહેનત રંગ લાવતા તેમણે જોરશોરથી ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન ઢોલ-નગારાના તાલે ભાજપ કાર્યકર્તાઓ નાચતા જોવા મળ્યા હતા. આ સાથે કાર્યાલય બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA આગળ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાલ NDA 203 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે મહાગઠબંધન માત્ર 33 બેઠકો પર લીડ મેળવી રહી છે. બિહારમાં કુલ 243 બેઠકો છે. આ ચૂંટણી જીતવા માટે 122 બેઠકો મેળવવી જરૂરી છે. બિહારમાં હાલ 92 બેઠકો પર ભાજપ લીડ મેળવી છે.

  • Follow us on: