સુરત પોલીસે રાજકોટના કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાને જાહેરમાં ફેરવી તેનો વરઘોડો કાઢ્યો છે. હાર્દિકસિંહ અને તેના સાથીદારોએ સુરતના રાંદેર વિસ્તારમાં એક કાપડના વેપારી પાસેથી રૂપિયા 29 લાખની લૂંટ ચાલવી હતી. આ લૂંટ દરમિયાન તેણે વેપારીના ગળે ચપ્પુ મૂકીને ધમકી આપી હતી અને લૂંટનો મુદ્દામાલ એટલે કે USDT (ક્રિપ્ટોકરન્સી) દુબઈમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઘટના બાદ સુરત પોલીસે તેને ઝડપી પડ્યો હતો અને કાયદાનો ડર બતાવવા માટે જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટના બાદ પોલીસની સરાહનીય કામગીરીની ચર્ચા થઇ રહી છે.
હાર્દિકસિંહ જાડેજાનો ગુનાહિત ઈતિહાસ













